Video: મોરબીમાં એસઓજી અને ફૂડ વિભાગની સંયુક્ત તપાસ, બે જનરલ સ્ટોરમાંથી ૪૦ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો

આ સંયુક્ત દરોડા દરમિયાન આબિદ એચ. અંદાણી જનરલ સ્ટોર પાસેથી ૧૫ કિલો અને પાયલ સિંગ સેન્ટર જનરલ સ્ટોરમાંથી ૨૫ કિલો મળીને કુલ ૪૦ કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા બંને સ્થળોથી ઘીના સેમ્પલ લઈને ગુણવત્તા ચકાસવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જ ઘીની અસલી ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે. આ સાથે જ એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈપણ દુકાનમાં શંકાસ્પદ ખાદ્યપદાર્થ કે જથ્થો જોવા મળે, તો તંત્રને તાત્કાલિક જાણ કરવી જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા અટકાવી શકાય.
જાહેરાત







