Video: સુરેન્દ્રનગરના ટુવા વીજ સબ-સ્ટેશનમાં ભીષણ આગ, કર્મચારીઓએ જીવ બચાવી ભાગવું પડ્યું

સોર્સ: gstv

સુરેન્દ્રનગરના ટુવા વીજ સબ-સ્ટેશનમાં અચાનક આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. વીજ સબ-સ્ટેશનની અંદર જ અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે નાશભાગ મચી ગઈ હતી અને ફરજ પરના કર્મચારીઓએ જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. આગની આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. સબ-સ્ટેશનની અંદર આવેલ અંદાજે તમામ મુદામાલ આગમાં બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે ભારે નુકસાન થયાની આશંકા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત