Video: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણમાં ૬૫ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણની મુલાકાત લઈ જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 'પાટણ જનતા કેન્સર હોસ્પિટલ'નું ભવ્ય લોકાર્પણ કર્યું છે.. ૬૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ આધુનિક હોસ્પિટલમાં ૫૦ બેડ અને ૫ ઓપરેશન થિયેટરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. કેન્સરના ચોક્કસ નિદાન માટે રૂ. ૯ કરોડના ખર્ચે PET CT સ્કેન મશીન વસાવવામાં આવ્યું છે, જેમાં આયુષ્માન કાર્ડધારકોને નિઃશુલ્ક અને અન્ય દર્દીઓને માત્ર ૧૨ હજારરૂપિયામાં ટેસ્ટ કરી આપવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપણા વડીલો કહેતા હતા તે સલાહ યાદ કરીને જીવન શૈલીમાં ફેરફાર કરવા અપીલ કરી.
જાહેરાત








