મુખ્ય સામગ્રી પર જાઓ

Video: આમોદ-જંબુસર હાઈવે પર અકસ્માત, એક વ્યક્તિનું મોત

સોર્સ: gstv

ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મંગણાદ ગામથી આગળ પેટ્રોલ પંપ અને એપલ હોટલ નજીક કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર આમલીના જૂના વૃક્ષ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ઉમરાજ ગામના 52 વર્ષીય યુનુસ ઈબ્રાહીમ કુમારવાલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કારમાં સવાર અન્ય એક વ્યક્તિ રફીક અહેમદ મલેકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને જંબુસરની એમ્બ્યુલન્સ મારફતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે જંબુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો