Video: જીવણવાડી પમ્પિંગ સ્ટેશનનું નવી લાઇન સાથે સફળ જોડાણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે ઠક્કરબાપાનગર ખાતે આવેલા હયાત જીવણવાડી ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની 600 મી.મી. વ્યાસની રાઇઝિંગ લાઇનનું માઇક્રો ટનલિંગ પદ્ધતિથી નવી ટ્રંક મેઇન લાઇન સાથે સફળ જોડાણ કરવામાં આવ્યું છે. આ નવી અને વધુ ક્ષમતાવાળી લાઇન કાર્યરત થવાથી પમ્પિંગ સ્ટેશન પોતાની પૂરી ક્ષમતા સાથે કામ કરી શકશે અને ડ્રેનેજના પાણીના નિકાલની પ્રક્રિયા અત્યંત અસરકારક બનશે. આના પરિણામે નિકોલ, ગોપાલચોક, ઠક્કરબાપાનગર અને વિરાટનગર જેવા આસપાસના વિસ્તારોમાં વારંવાર સર્જાતી ડ્રેનેજ ચોકિંગ અને બેકિંગ જેવી ગંભીર સમસ્યાઓનો કાયમી અંત આવવાની પૂરી અપેક્ષા છે.







