મુખ્ય સામગ્રી પર જાઓ

Video: અમદાવાદમાં બેફામ એએમટીએસની અડફેટે મોત

સોર્સ: gstv

અમદાવાદ શહેરમાં AMTS બસોની બેફામ રફતાર અને અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે..જેમાં AMTSએ વધુ એક યુવકનો ભોગ લીધો છે.. નારણપુરા વિસ્તારમાં AMTSએ બાઈક ચાલકને અડફેટે લીધો હતો..પલ્લવ ચાર રસ્તા પાસે હાટકેશ્વરથી સિલ્વર ઓક યુનિવર્સિટી તરફ જતી રૂટ નંબર 160 ની AMTS બસે બાઇક ચાલકને ટક્કર મારી હતી..આ ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતને પગલે બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને કારણે ટ્રાફિકજામ થઈ ગયો હતો અને મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો