મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ

સોર્સ: gstv

પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો છે. વીરપુર શહેર તેમજ આસપાસના પીઠડીયા અને પ્રેમગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અણધાર્યા વરસાદનું આગમન થયું હતું. ધોધમાર વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા.ચોમાસા બાદ પડેલા આ કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઊભા અને તૈયાર થયેલા મગફળી તેમજ એરંડા જેવા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી માહોલે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં ભારે વધારો કરી દીધો છે.

આ સમાચાર શેર કરો