Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Major breakthrough in Punjab's Influencer Mad Sandhu murder case: Main accused arrested from Ahmedabad

પંજાબના ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુ હત્યા કેસમાં મોટી સફળતા: મુખ્ય આરોપી અમદાવાદથી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
પંજાબના ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુ હત્યા કેસમાં મોટી સફળતા: મુખ્ય આરોપી અમદાવાદથી ઝડપાયો
સોર્સ : gstv

પંજાબના અમૃતસરમાં 3 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુની કરાયેલી હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમૃતસરમાં ઘટનાને અંજામ આપીને અમદાવાદ નાસી આવેલા મુખ્ય આરોપી પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદને ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી લીધો છે. હત્યા બાદ વિદેશમાં બેઠેલી ગેંગ સાથે સંકળાયેલા ગોલ્ડી ધિલ્લોનના નામે સોશિયલ મીડિયા પર આ હત્યાકાંડની જવાબદારી સ્વીકારવામાં આવી હતી.

App Store

કાર વૉશ કરાવતી વખતે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ

3 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે આશરે 6:00 વાગ્યે પંજાબના અમૃતસર સ્થિત લોહારકા રોડ પર આ સનસનાટીભરી ઘટના બની હતી. જાણીતા મેકઅપ આર્ટિસ્ટ, ફેશન ડિઝાઈનર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુ ઉર્ફે મધુસૂદન સંધુ પોતાની કાર વૉશિંગમાં આપીને બહાર રાહ જોઈ રહ્યા હતા. તે સમયે બાઈક પર 2 અજાણ્યા શખસો આવ્યા હતા અને મેડ સંધુની અત્યંત નજીક જઈને 2થી 3 રાઉન્ડ ધડાધડ ગોળીબાર કર્યો હતો. ગોળી વાગતા ગંભીર રીતે ઘવાયેલા સંધુને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો.કેલેન્ડર જુઓ

પંજાબથી ભાગીને અમદાવાદમાં લીધો હતો આશરો

આ હત્યાકાંડ અંગે અમૃતસરના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફાયરિંગ કર્યા બાદ બંને હત્યારાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવીને મુખ્ય આરોપી પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદને ઝડપી લીધો હતો. પોલીસ તપાસ અનુસાર, પરમિંદરે જ મેડ સંધુ પર સીધું ફાયરિંગ કર્યું હતું. હત્યાના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બાઈક પર તે શૂટર તરીકે હાજર હતો. ઘટના બાદ તે પોલીસથી બચવા સીધો પંજાબથી નાસીને અમદાવાદ આવી ગયો હતો અને અહીં ભૂગર્ભમાં રહેતો હતો.

હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પરમિંદરની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની પાસેથી હથિયારો અને સ્થાનિક સંપર્કો અંગેની વિગતો મેળવ્યા બાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેને પંજાબ પોલીસને સોંપવામાં આવશે. સોશિયલ મીડિયા સેલિબ્રિટીઝને ટાર્ગેટ કરતી ગેંગસ્ટર સંસ્કૃતિ અને આંતરરાજ્ય ગુનાખોરી સામે બંને રાજ્યોની પોલીસનું આ સંયુક્ત ઓપરેશન ગુનેગારો માટે મોટો સંદેશ સાબિત થશે.

અમૃતસર પોલીસના ઇનપુટના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મેડ સંધુની હત્યામાં સંડોવાયેલા મુખ્ય શૂટર તરીકે પરમિન્દર પ્રસાદ ઉર્ફે પરમિન્દર કાકાને ટ્રેસ કરી તેની ઓળખ કરી હતી. અમદાવાદના ડીસીપી ક્રાઇમના જણાવ્યા અનુસાર, પરમિન્દર કાકાએ જ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો અને આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલની પણ તેણે જ વ્યવસ્થા કરી હતી. આ મામલે અમૃતસરના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં આ કેસમાં પોલીસ દ્વારા આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.