Video: ગુજરાતમાં તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહીં, નલિયામાં સૌથી ઓછું 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું

સોર્સ: gstv

ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની કોઈ શક્યતા ન હોવાનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાશે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 17.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વરસાદની કોઈ શક્યતા ન હોવાથી આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન મોટાભાગે સ્થિર રહેવાની આગાહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત