Video: મેડિકલ સ્ટાફ બમણો, દવાઓનો પૂરતો સ્ટોક

સોર્સ: gstv

દિવાળીના તહેવાર દરમિયાન જ્યારે લોકો પરિવાર સાથે ઉજવણીમાં વ્યસ્ત હશે, ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબો અને આરોગ્યકર્મીઓ પોતાની ફરજ નિભાવવા માટે ખડેપગે રહેશે. હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં મેડિકલ સ્ટાફની સંખ્યા બમણી કરવામાં આવી છે, જેથી એકસાથે વધુ દર્દીઓ સારવાર માટે આવે તો પણ તેમને સમયસર સારવાર મળી શકે. દર્દીઓની સારવાર અને કોઈ પરિવારના ચહેરા પર ફરી સ્મિત લાવવું જ આ આરોગ્યકર્મીઓ માટે તહેવારની સાચી ખુશી બની રહેશે. એક તરફ હોસ્પિટલ તંત્રએ સંભવિત ઈમરજન્સીને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી છે, તો બીજી તરફ નાગરિકોએ પણ ફટાકડા ફોડતી વખતે પૂરતી સાવચેતી રાખવી એટલી જ જરૂરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત