Video: નબીરાઓની મોંઘીદાટ કાર પણ ચર્ચામાં આવી

રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો મામલો હવે નબીરાઓની મોંઘીદાટ કારને લઈને પણ ચર્ચામાં આવ્યો છે. પાર્ટીમાં આવેલા કેટલાક લોકોની લક્ઝુરિયસ કારના ઇન્સ્યોરન્સ 2023, 2025 અને 2026માં જ પૂર્ણ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એક મર્સિડીઝ કારમાં નંબર પ્લેટ પણ ન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ઇન્સ્યોરન્સ વગરની અને નંબર પ્લેટ વિનાની કારને પોલીસ દ્વારા કેમ રોકવામાં આવી નહીં તેવો સવાલ ઊઠ્યો છે. સામાન્ય નાગરિકોની કાર કે બાઈકમાં ઇન્સ્યોરન્સ ન હોય તો પોલીસ દંડ ફટકારે છે, ત્યારે હાઈપ્રોફાઈલ પાર્ટીમાં આવેલા લોકોની કાર સામે કાર્યવાહી કેમ ન થઈ તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.
જાહેરાત








