મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ભાજપ પહેલા આપના સભ્યોએ કર્યું ઉબેણ બ્રિજનું ખાતમુહૂર્ત

સોર્સ: gstv

જૂનાગઢના ભેંસાણમાં ઉબેણ નદી પર બનનારા બ્રિજના ખાતમુહૂર્તને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકીય રસાકસી જોવા મળી છે. સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા આ બ્રિજનું કામ શરૂ થાય તે પહેલાં જ આપના તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોએ ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું. આપના સભ્યોનો આક્ષેપ છે કે તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપ દ્વારા તેમની અવગણના કરીને ખાતમુહૂર્ત કરવાની પેરવી કરવામાં આવી રહી હતી. ભાજપ ચોઘડિયું જુએ તે પહેલાં જ આપના સભ્યોએ ખાતમુહૂર્ત કરી રાજકીય જશ ખાટ્યો હોવાની ચર્ચા છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આપના સ્થાનિક સભ્યોએ આ કાર્યક્રમ યોજ્યો હતો.

આ સમાચાર શેર કરો