Video: અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ખેડૂતો માટે મોટી આફત બનીને ત્રાટક્યો છે.ખાંભા ગીર, બગસરા, કુંકાવાવ, બાબરા અને વડિયા પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદથી ખેડૂતોનો મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.ખેતરોમાં લણણી કરીને તૈયાર રાખેલા મગફળીના પથારા માર્કેટ યાર્ડમાં લઈ જવાની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યાં જ અચાનક ત્રાટકેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે.કમોસમી વરસાદના કારણે પાક પલળી જતાં ખાંભા ગીર અને વડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ ભારે આક્રોશ અને હૈયાવરાળ ઠાલવી હતી.







