Video: સુરતમાં રફ્તારનો કહેર

સુરત શહેરમાં પૂરઝડપે વાહન ચલાવવાના મામલે રફ્તારનો કહેર સામે આવતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, કારમાં સવાર લોકો રેસિંગ કરતા હોવાથી કાર ખૂબ જ ઝડપે દોડી રહી હતી. આ ઘટનાને લઈને પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સ્થાનિકોએ આવા બેદરકારીપૂર્વક વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. જાહેર રસ્તાઓ પર કાર રેસિંગ જેવી પ્રવૃત્તિઓથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા સામે જોખમ ઊભું થતું હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.








