Video: ભાવનગરમાં ઐતિહાસિક સૂર્યકિરણ એર શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

ભાવનગરમાં યોજાયેલા ઐતિહાસિક સૂર્યકિરણ એર શો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બોર તળાવ ખાતે એર શો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં આસપાસના તમામ રસ્તાઓ પર બે થી ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિકનું યોગ્ય આયોજન ન હોવાથી લોકોએ પોતાના વાહનો દૂર પાર્ક કરીને ગરમીમાં ત્રણથી ચાર કિલોમીટર સુધી ચાલીને જવાની ફરજ પડી હતી. આ સ્થિતિને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને એર શો નિહાળવા આવેલા કેટલાક લોકોના પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા હતા. બીજી તરફ ભાજપના કાર્યકરો અને આગેવાનોને અંદર પ્રવેશતા અટકાવાતા પોલીસ સાથે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આમ, ઐતિહાસિક એર શો દરમિયાન ટ્રાફિક અને પ્રવેશ વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
જાહેરાત






