Video: આણંદના આંકલાવ તાલુકા પંચાયતમાં દિવાળીના માહોલ વચ્ચે બેફામ વીજળીનો વેડફાટ, કર્મચારીઓની ખાલી ખુરશીઓ છતાં ચાલુ રહી લાઇટો અને પંખા

આણંદની આંકલાવ તાલુકા પંચાયત કચેરીના વિવિધ વિભાગોમાં સ્ટાફ ગેરહાજર હોવા છતાં વીજળીની લાઇટો અને પંખાઓ ખુલ્લેઆમ ચાલુ રાખીને વીજળીનો બગાડ કરવામાં આવી રહ્યો છે. એક તરફ સરકાર ઊર્જા બચાવવાના મોટા દાવા કરે છે, તો બીજી તરફ ખુદ સરકારી બાબુઓ સરકારી તિજોરીને લાખ્ખો રૂપિયાના વીજ બિલનો ચૂનો ચોપડી રહ્યા છે. કર્મચારીઓની ગેરહાજરીમાં આ પ્રકારે થતી વીજળીની બરબાદીથી પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આવા બેજવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે ઉચ્ચ કક્ષાએથી કોઈ કડક પગલાં લેવામાં આવશે કે કેમ.
જાહેરાત








