Video: નડિયાદના નાના બોરીયામાં કોન્ટ્રાક્ટની અદાવતમાં યુવકની વીજ કરંટ આપી હત્યા, ૭ સામે ફરિયાદ

સોર્સ: gstv

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના નાના બોરીયા ગામમાં વીજ કરંટ આપી યુવકની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. જી.ઈ.બી.ના થાંભલા ઊભા કરવા અને કેબલ ફિટિંગના કોન્ટ્રાક્ટની અદાવતમાં અશ્વિન સોલંકી નામના યુવકને વાયર ચોરીના બહાને બોલાવી, થાંભલા સાથે બાંધીને વીજ કરંટ આપી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ હત્યારાઓએ મૃતદેહને ઈ કારમાં મૂકી ઝાલાનગર સ્મશાન પાસે છોડી દીધો હતો. ગત ૨૮ ઓક્ટોબરે મળી આવેલા મૃતદેહ પર વીજ કરંટના નિશાન દેખાતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ ચકચારી કેસમાં અદાવત અને કાવતરાનો ખુલાસો થતાં ચકલાસી પોલીસે રાકેશ ઉર્ફે અકો સહિત ૭ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત