Video: દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં દુષ્કાળની સ્થિતિને લઈને સરપંચ એસોસિએશન મેદાનમાં, કલેક્ટરને લેખિત રજૂઆત

સરપંચ એસોસિએશને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે કે ગામડાઓમાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને વાડી વિસ્તારમાં વસતા ખેડૂતો માટે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે. આ સાથે પશુઓ માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરાવવા અને જાહેર કરાયેલી સહાય તાત્કાલિક શરૂ કરવા માંગ કરાઈ છે. દુષ્કાળના કારણે રોજગારી ઘટી હોવાથી મનરેગા યોજનાઓ વહેલી તકે શરૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી હેક્ટર દીઠ 8 હજાર 500 રૂપિયાની સહાય અપૂરતી હોવાનું જણાવી તેમાં પુનઃવિચારણા કરવા તેમજ ખેડૂતોનું પાક ધિરાણ અને વીજળી બિલ માફ કરવાની માંગ ઉઠી છે. આ ઉપરાંત, શાની ડેમમાં પાણી ભરીને પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરવા પણ અપીલ કરવામાં આવી છે.
જાહેરાત








