Video: વોટ ચોરીના મુદ્દે અમદાવાદમાં યુવાનોનું વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત

વોટ ચોરીના આક્ષેપોને લઈને અમદાવાદમાં પણ યુવાનો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેન-ઝી આંદોલનના યુવાનો અને એનએસયીઆઈના કાર્યકરો આ દેખાવોમાં જોડાયા હતા. વસ્ત્રાપુરમાં આઈઆઈએમથી માનસી સર્કલ સુધી યુવાનોએ વિરોધ માર્ચ યોજી હતી અને શહેરના અલગ-અલગ રસ્તાઓ પર ફરીને વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન કેટલાક યુવાનો બસ પર ચઢી ગયા હતા, જ્યારે કેટલાકે પોલીસ વાન પર ચઢીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે યુવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે દોડધામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે દેખાવો કરી રહેલા કેટલાક યુવાનોની અટકાયત કરી હતી.
જાહેરાત








