મુખ્ય સામગ્રી પર જાઓ

Video: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો ૨૧ કિલો ગાંજાનો જથ્થો

સોર્સ: gstv

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી ૨૧ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર પાસે એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ સામે પોલીસે એક આઇસર ટ્રક અટકાવીને તલાશી લીધી હતી.તપાસ દરમિયાન ટ્રકમાંથી અંદાજે ૧૦ લાખ ૯૪ હજાર રૂપિયાની કિંમતનો ૨૧ કિલો ૮૯૨ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગોંડલના ત્રણ આરોપીઓની ધરપકડ કરી ટ્રક, મોબાઈલ અને મગફળીની બોરીઓ સહિત કુલ ૨૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો