Video: રાજકોટ દારૂ પાર્ટી મામલે શંકરસિંહના પ્રહાર

સોર્સ: gstv

રાજકોટની દારૂ પાર્ટી મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. વાઘેલાએ કહ્યું કે યુવાનોને મોઢું સંતાડવું પડે તેવી સ્થિતિ સરકારે ઊભી ન કરવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો કે હત્યા અને બળાત્કારના આરોપીઓને જાહેરમાં સન્માનિત કરવામાં આવે છે અને તેમની સાથે ફોટા પડાવવામાં આવે છે. જ્યારે દારૂ પાર્ટીમાં પકડાયેલા લોકોને જીવનભર દારૂ પાર્ટીમાં પકડાયાનો સિક્કો લગાવી દેવામાં આવે છે. આ પ્રકારનું વર્તન ખોટું હોવાનું જણાવી વાઘેલાએ સરકારની નીતિ અને વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત