Video: બાવળા-બગોદરા હાઇવે પર ખાનગી ઓઇલ મિલમાં ભીષણ આગ

અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર કલ્યાણગઢ ગામ નજીક આવેલી 'તીવાના ઓઇલ મિલ'માં વહેલી સવારે આશરે 4 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ધોળકા, બાવળા અને સાણંદથી ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી, જ્યારે પરિસ્થિતિની ગંભીરતા જોતાં અમદાવાદથી વધુ બે ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યા છે. સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે બગોદરા પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ઓઇલ મિલ હોવાના કારણે આગ વધુ વિકરાળ બની હોવાથી ફાયર ફાઇટરો સતત પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
જાહેરાત







