Video: વડોદરા: CNG કારમાં અચાનક ભીષણ આગ, વાહનના પતરાં ઊડતાં નાસભાગ

સોર્સ: gstv

વડોદરાના નવી રામવાડી વિસ્તારમાં પાર્ક કરીને મુકેલી એક CNG ગાડીમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કાર જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી, જેને જોવા માટે આસપાસના લોકોના ટોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ગાડીના ધડાકાભેર પતરાં ઊડીને દૂર સુધી ફેંકાયા હતા, જેના કારણે ત્યાં ઊભેલા કેટલાક લોકોને વાગતાં ઇજાઓ પહોંચી હતી..ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી આવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત