Video: અમદાવાદમાં કોંગ્રેસ હાઈકમાન્ડની લાલ આંખ; દિલ્હી યાત્રામાં વગર કારણે ગેરહાજર રહેનાર 45થી વધુ યુવા હોદ્દેદારો સસ્પેન્ડ કરાયા

સોર્સ: gstv

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા 1 નવેમ્બરના રોજ વિશેષ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ગુજરાત યુવા કોંગ્રેસના અનેક હોદ્દેદારો ગેરહાજર રહ્યા હતા. પક્ષના આદેશ અને કાર્યક્રમ પ્રત્યેની બેદરકારીને ગંભીરતાથી લેવામાં આવી છે. કોઈપણ સંતોષકારક કારણ વગર ગેરહાજર રહેનારા રાજ્યભરના 45 થી વધુ કોંગ્રેસ હોદ્દેદારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા લેવાયેલા આ કડક પગલાથી પક્ષમાં શિસ્ત જાળવવા માટે સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે, જેના કારણે રાજકીય બેડામાં ભારે ચર્ચા જાગી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત