અમરેલી જિલ્લાના લીલિયામાં કાળજું કંપાવનારી ઘટના આવી સામે, બે પરપ્રાંતિય મજૂરો જીવતા ભૂંજાયા

અમરેલી જિલ્લાના લીલિયામાં કાળજું કંપાવનારી ઘટના આવી સામે, બે પરપ્રાંતિય મજૂરો જીવતા ભૂંજાયા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ગુંદરણ ગામે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ગામની સીમમાં ઊભેલી એક તૂફાન કારમાં અચાનક ભીષણ આગ લાગી જતાં અંદર સૂતેલા બે પરપ્રાંતિય મજૂરો જીવતા ભૂંજાઈ ગયા હતા. બંનેના કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, ગુંદરણ ગામની સીમ વિસ્તારમાં ઊભેલી તૂફાન ગાડીની અંદર બે પરપ્રાંતિય મજૂરો ઊંઘી રહ્યા હતા. આ દરમિયાન ગાડીમાં અચાનક આગ ભબકી ઉઠી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ હતી કે ગાડીમાં સૂતેલા મજૂરોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. પરિણામે બંને યુવકો સળગતી ગાડીમાં ફસાઈ જતાં ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયા હતા.

જાહેરાત

ઘટનાની જાણ થતાં જ લીલિયા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટના અકસ્માતે ગાડીમાં આગ લાગવાથી બની છે કે પછી કોઈ અજાણ્યા શખસો દ્વારા કાર સળગાવીને હત્યા કરવામાં આવી છે, તે અંગે પોલીસે એફએસએલ (FSL)ની મદદ લઈને તમામ પાસાઓ પર સઘન તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત