Video: અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં ઢળતી સંધ્યાએ કમોસમી વરસાદ ખાબક્યો, ખેડૂતોમાં ચિંતા

સોર્સ: gstv

ધારીમાં માત્ર છાંટા પડ્યા હતા, પરંતુ ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. દલખાણીયા, ગોવિંદપુર, ફાચરિયા, દેવળા, સરસિયા, જીરા અને મુંજાણિયા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. હાલ ખેતરોમાં કપાસ અને મગફળી જેવા પાક તૈયાર થઈને ઊભા છે અથવા તો કાપણીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આ અણધાર્યા કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન જવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને અન્નદાતા ચિંતામાં મૂકાયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત