Video: સાવરકુંડલા એપીએમસીના ૭૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ૫૦ હજાર મણથી વધુ મગફળીની રેકોર્ડબ્રેક આવક

દિવાળીના તહેવારો અને ખેત મજૂરોને ચૂકવણી તેમજ નવા નાણાકીય વ્યવહારો માટે ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાની ખેત જણસ લઈને યાર્ડમાં પહોંચ્યા છે. સાવરકુંડલા ઉપરાંત ઉના, કોડીનાર, મહુવા અને ગારિયાધાર સહિતના આસપાસના વિસ્તારોમાંથી પણ ખેડૂતો અહીં આવ્યા છે. સારી ગુણવત્તાવાળી મગફળીના ભાવ ૧૪૦0થી ૧૬૦૦ રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે, જે ટેકાના ભાવ કરતા પણ સારા હોવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. યાર્ડમાં ગ્રાઉન્ડ પર મગફળીનો જબરદસ્ત ભરાવો થવાને કારણે નવા વાહનો ઉતારવા માટે જગ્યા બચી નથી. ઝડપી કામગીરી છતાં માલનો ભારે ભરાવો હોવાથી યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી નવી સૂચના કે વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ખેડૂતોએ મગફળીનો નવો માલ યાર્ડમાં લાવવો નહીં.
જાહેરાત







