Video: જંબુસરના નોંધણા ગામના સ્મશાનગૃહની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

જંબુસરના નોંધણા ગામે સ્મશાનગૃહમાં ચિતાના સ્થળે બનાવેલા પગથિયાંના ૧ લાખ રૂપિયાના બિલ સામે ભારે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અરજદાર વિરલભાઈ રમેશભાઈ પટેલે આરટીઆઈ હેઠળ અધૂરી માહિતી મળ્યાનો આક્ષેપ કરી બીજા અપીલ અને મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી છે. ગામના યુવાનો દ્વારા વિદેશથી મોકલવામાં આવેલા ફંડિંગ તેમજ સરકારી ગ્રાન્ટના હિસાબો પારદર્શક રીતે જાહેર કરવા અને કામની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ થાય તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. હવે તાલુકા વિકાસ અધિકારી અને જવાબદાર તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.







