Video: સુરતના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર

સુરતના હીરા ઉદ્યોગમાં આ વર્ષે દિવાળી સુધરી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી મંદીના કારણે દિવાળીનું વેકેશન એક મહિના સુધી લંબાતું હતું, પરંતુ આ વર્ષે બજારની સ્થિતિ સારી હોવાથી માત્ર ૧૫ દિવસનું જ વેકેશન રહેવાની પ્રબળ શક્યતા છે. માર્કેટમાં સારો એવો માહોલ છે અને આર્થિક પ્રવૃતિઓ સારી રીતે ધમધમી રહી છે. જેથી કારખાનાઓ ધનતેરસના આગલા દિવસ એટલે કે ૫ તારીખ સુધી ચાલુ રહેશે અને વહેલા ખુલી જશે. ખાસ કરીને ડિસેમ્બરની ક્રિસમસ ખરીદી માટે આ વખતે અગાઉથી જ મોટા પ્રમાણમાં એડવાન્સ ઓર્ડર્સ મળી ચૂક્યા છે, જે સમયસર પૂરા કરવા માટે હાલ રત્નકલાકારો અને કારખાનાઓ પૂરઝડપે ધમધમી રહ્યા છે. ભૂતકાળના અનુભવો મુજબ જો બંધ થતું માર્કેટ સારું હોય તો ખુલતું માર્કેટ પણ હંમેશાં ઉત્સાહજનક જ રહેતું હોય છે. આથી આગામી દિવસોમાં સુરતની ડાયમંડ બજાર માટે ખૂબ જ સારો અને તેજીનો માહોલ જોવા મળશે તેવી આશા બંધાઈ છે.







