Video: અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સુપ્રીમ પેટ્રોકેમ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી, 3 કામદારો દાઝ્યા

સોર્સ: gstv

અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલી સુપ્રીમ પેટ્રોકેમ કંપનીમાં ઓઈલ ડિસ્ટીલેશન સમયે ગેસ ઉત્પન્ન થવાથી જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેના પગલે આગ ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા અને અગન જ્વાળાઓ દૂર-દૂર સુધી નજરે પડતા આસપાસના એકમોમાં દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માતમાં વિનોદ, સુરેશ અને જાવલી નામના ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી જતા તેઓને તાત્કાલિક ખરોડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પાનોલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. અંદાજે 7 થી વધુ ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, સતત બીજા દિવસે બનેલી આ ગંભીર ઘટનાથી ઔદ્યોગિક એકમોની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત