Video: વલસાડના વાપી ધરમપુર રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયો, ત્રણ મહિનાથી રોજનું લાખો લિટર પાણી વેડફાઈ રહ્યું હોવાનો આરોપ

વાપી ધરમપુર રોડ પર આવેલી નાની તંબાડી ચોકડી પાસે પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે. સ્થાનિક રહીશોનો સ્પષ્ટ આક્ષેપ છે કે છેલ્લા ત્રણ મહિનાથી આ પાઇપલાઇનમાંથી પાણીના ફુવારા સતત ઉડી રહ્યા છે અને રોજનું લાખો લિટર પાણી ગટરમાં વહી જાય છે. આટલા લાંબા સમયથી પાણીનો આડેધડ બગાડ થઈ રહ્યો હોવા છતાં સંબંધિત અધિકારીઓની આંખ ઉઘડતી નથી. સ્થાનિક લોકો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં ૯૦ દિવસ વીતી ગયા બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ મરામત કામગીરી કરવામાં આવી નથી. એક તરફ ઉનાળાની ઋતુમાં આ જ વિસ્તારના આદિવાસી નાગરિકો પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવે છે અને પાણીની તંગીનો સામનો કરે છે, ત્યારે તંત્રની આવી ઉદાસીનતાને કારણે રોષે ભરાયેલા લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
જાહેરાત








