મુખ્ય સામગ્રી પર જાઓ

Video: વિજલપોરમાં પાલિકાના અણઘડ આયોજનથી વેપારીઓ મુશ્કેલીમાં !:દિવાળી ટાણે જ મુખ્ય બજારનો રોડ ખોદી નાખતાં વેપાર ઠપ

સોર્સ: gstv

દિવાળીના તહેવારો ટાણે જ નવસારીના વિજલપોરમાં પાલિકા દ્વારા શિવાજી ચોકથી સરદાર ચોક સુધી આરસીસી રોડનું કામ શરૂ કરાતાં વેપારીઓની રોજીરોટી પર ભારે અસર પડી છે.દિવાળીની ખરીદીના દિવસોમાં નવસારીના વિજલપોરના મુખ્ય બજારમાં મહાનગરપાલિકાના અણઘડ આયોજનના કારણે રોડ તોડીને આરસીસી પાથરવાની કામગીરી હાથ ધરાતાં ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે.દુકાનો સામે જ ઊંડા ખોદાણ અને વૈકલ્પિક રસ્તાના અભાવે ગ્રાહકો બજારમાં આવવાનું ટાળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક નાના વેપારીઓનો ધંધો પચાસ ટકાથી વધુ તૂટી ગયો છે.સ્થાનિકો અને વેપારીઓએ પાલિકાના વિઝન વગરના વહીવટ સામે આક્રોશ ઠાલવતા આ કામગીરી દિવાળી પછી શરૂ કરવી જોઈતી હતી તેવી રજૂઆત કરી..

આ સમાચાર શેર કરો