Video: વાવ-થરાદના જમડા પાસે કેનાલમાં પાણી આવે તે પહેલાં જ નવો બનાવેલો પુલ ધરાશાયી

સોર્સ: gstv

વાવ-થરાદના જમડા પાસે ઈઢાટા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ પર છેલ્લા એક વર્ષથી નિર્માણ પામી રહેલો પુલ કેનાલમાં પાણી છોડાય તે પહેલાં જ ધરાશાયી થઈ જતાં મોટો વિવાદ સર્જાયો છે. પુલ ધડાકાભેર તૂટી પડતાં જ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી હલકી ગુણવત્તાની કામગીરી અને વપરાયેલી મટીરિયલની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે નર્મદા નિગમના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરૂપયોગ થયો છે. હજુ તો પુલનું કામ પૂરું પણ નહોતું થયું ત્યાં જ પુલ જમીનદોસ્ત થઈ જતાં કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ ઘટનાને પગલે ગ્રામજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે...

આ સમાચાર શેર કરો

જાહેરાત