Video: રાજકોટના ડેમ ભરવા સૌની યોજના શરૂ

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના ડેમોમાં પાણીની સપાટી ઘટતાં સુરેન્દ્રનગર તંત્ર દ્વારા સૌની યોજના મારફતે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી સૌની યોજનાનું પાણી શરૂ કરી આજી અને ન્યારી ડેમ ભરવા માટે પાઇપલાઇનમાં 450 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં રાજકોટ જિલ્લાના ડેમો ઉપરાંત જામનગર અને દ્વારકા સુધીના પીવાના પાણીના ડેમો ભરવાની કામગીરી હાથ ધરાશે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ પાણીનો ઉપયોગ માત્ર પીવાના પાણી માટે જ કરવામાં આવશે અને ખેડૂતોએ સિંચાઈ માટે પાણી લેવું નહીં. સૌની યોજના શરૂ થતાં રાજકોટ, જામનગર અને દ્વારકાના વિસ્તારોને પીવાના પાણીનો લાભ મળશે. જોકે, આ વખતે સૌની યોજનાના પાણીથી સુરેન્દ્રનગર જિલ્લાને કોઈ લાભ નહીં મળે અને પીવાના પાણીની જરૂરિયાતને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત