Video: અમદાવાદના 14 વર્ષીય યુવા લેખક તન્મય રામાનુજે બુક ફેસ્ટિવલમાં સૌનું ધ્યાન ખેંચ્યું

આજના સમયમાં જ્યાં 14 વર્ષના બાળકો અભ્યાસ અને રમતોમાં વ્યસ્ત હોય છે, ત્યાં અમદાવાદની અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો તન્મય રામાનુજ નાની ઉંમરે લેખક, ઇલસ્ટ્રેટર અને ડિઝાઇનર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલના ‘યંગ ઑથર્સ મીટ’માં પોતાની લેખનયાત્રા રજૂ કરનાર તન્મયે ‘ધ બેઝમેન્ટ – ફોરબિડન એન્ડ ફર્ગોટન’ નામની હોરર અને રહસ્યથી ભરપૂર પુસ્તક લખી છે. તન્મયને આ સાહિત્યિક વારસો પરિવારમાંથી મળ્યો છે, જેમાં તેના દાદા વી. રામાનુજે 800થી વધુ, દાદીમાએ 600થી વધુ અને માતાએ 30થી વધુ પુસ્તકોનું સર્જન કર્યું છે અને તેમના ઘરે 40 હજારથી વધુ પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી છે. તેની આ વાર્તા માત્ર ડર અને સસ્પેન્સ જ નહીં, પરંતુ હિંમત, વિશ્વાસ અને મુશ્કેલીઓનો સામનો કરવાનો મજબૂત સંદેશ પણ આપે છે.
જાહેરાત








