Video: અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતો ચિંતિત

અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ડેડાણ, ચકરાવા સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અચાનક વરસાદને પગલે ખેતરોમાં તૈયાર ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની સંભાવના છે. વરસાદને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.






