Video: સુરેન્દ્રનગરમાં સૌની યોજનાનું ખાતમુહૂર્ત,દૂધઈથી સાપરકા સુધી તળાવોમાં પાણી પહોંચાડવાનું આયોજન

સોર્સ: gstv

દુષ્કાળના વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.સિંચાઈ વિભાગના ચેરમેન રાજુ કરપડાના હસ્તે દૂધઈથી સાપરકા સુધીના ૭ કિલોમીટર વિસ્તારના તળાવોમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવા માટેની પાઈપલાઈન નેટવર્ક કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું.આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના ફૂટી ગયેલા ૮૦ તળાવોનું નવીનીકરણ કરવાની સાથે ૧૮ તળાવોનો વ્યાપ વધારવાની કામગીરી હાથ ધરાઈ છે.જળાશયો અને તળાવોને પાઈપલાઈનથી જોડીને પાણીની તંગી દૂર કરવા માટે આયોજિત આ પ્રોજેક્ટથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત