Video: સુરેન્દ્રનગરમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતોની દુષ્કાળ જાહેર કરવાની માંગ

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થતાં ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. વરસાદમાં 25 ટકા જેટલી ઘાટ રહેતા મગફળી અને કપાસના ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કપાસમાં વિઘે માત્ર 3 મણ જેટલું જ ઉત્પાદન મળ્યું છે, જેના કારણે ખેતી પાછળ થયેલો ખર્ચ પણ સરભર થઈ શક્યો નથી. પાક નિષ્ફળ જતાં અને આર્થિક ખોટ જતાં ખેડૂતો ભારે સંકટમાં મુકાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક ખેડૂતોએ સુરેન્દ્રનગર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તેમજ ખેતી ધિરાણ અને દેવા માફી સાથે સહાય આપવાની માંગ કરી છે.
જાહેરાત








