મુખ્ય સામગ્રી પર જાઓ

Video: અમદાવાદની પોળોમાં ભક્તિનો અનોખો સંગમ

સોર્સ: gstv

અમદાવાદની ઐતિહાસિક પોળોમાં આજે પ્રભુ મહાવીરસ્વામીના પચ્ચીસો તેપનમાં નિર્વાણ પર્વ નિમિત્તે ભવ્ય સામૂહિક સ્નાત્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા પ.પૂ.સા. શ્રી મૈત્રીરત્નાશ્રીજી મ.સા.ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ શહેરનાં 121 પ્રાચીન જિનાલયોમાં એકસાથે ચોથીવાર આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ ધાર્મિક આયોજનમાં અમદાવાદ સહિત અન્ય શહેરો અને ગામોમાંથી 2 હજારથી વધુ પ્રભુભક્તો જોડાઈ રહ્યા છે. સવારે રિલીફ રોડ પર 121 ગ્રુપ દ્વારા નૈવેદ્ય અને ફળની છાબનું વિશેષ પ્રેઝન્ટેશન યોજાયું છે, જ્યારે તમામ જિનાલયોમાં સ્નાત્ર મહોત્સવની ઉજવણી થઈ રહી છે. પંડિત વીરવિજયજી મહારાજ દ્વારા રચાયેલી સ્નાત્રપૂજાની પરંપરાને યાદ કરી 242 કલ્યાણકોની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્પર્ધાઓ, ઇનામ વિતરણ અને વાઘણપોળની આયંબિલશાળામાં સ્વામિવાત્સલ્ય સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત