Video: જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ

રાજકોટના જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. જેતપુરના તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, દેસાઈ વાડી, મતવા શેરી અને ફૂલવાડી સહિતના વિસ્તારોમાં પવનના જોર સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.શહેર ઉપરાંત પેઢલા, મંડલીકપુર, પીઠડીયા અને પ્રેમગઢ જેવા ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અણધાર્યા વરસાદના કારણે ખેતરોમાં રહેલા કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા તૈયાર પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે.








