Video: ગુજરાતમાં સ્વાસ્થ્ય વિભાગની મેગા ડ્રાઈવ: 15 દિવસમાં 38 ફ્રૉડ અને નકલી ડોક્ટરો ઝડપાયા, 35 FIR દાખલ!

ગુજરાતભરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ગેરકાયદે અને બોગસ તબીબો સામે આરોગ્ય વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.. આ ખાસ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા કુલ 298 જેટલી વિશેષ ટીમો બનાવીને માત્ર 15 દિવસની એક વિશાળ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. અને રાજ્યભરના ખૂણે-ખૂણેથી કુલ 38 નકલી ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તબીબો વિરુદ્ધ 35 જેટલી ગંભીર ગુનાહિત FIR પણ નોંધવામાં આવી છે. વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જન આરોગ્ય સાથે રમત કરનારા આવા તત્વો સામે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે કડક ડ્રાઈવ સતત જારી રહેશે.
જાહેરાત








