Video: ધોળકા માર્કેટિંગ યાર્ડમાં ડાંગરના ભાવમાં કડાકો

અમદાવાદ ગ્રામ્યના ધોળકા માર્કેટિંગ યાર્ડમાં ડાંગરના ભાવમાં અચાનક ઘટાડો થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10થી 15 દિવસથી ડાંગર વેચવા આવતા ખેડૂતોને અગાઉ પ્રતિ મણ રૂ.700થી 750 સુધીના ભાવ મળતા હતા, પરંતુ છેલ્લા બે દિવસમાં વેપારીઓએ ભાવમાં રૂ.200 સુધીનો ઘટાડો કર્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. યાર્ડમાં 300થી વધુ ટ્રેક્ટર ડાંગરના થર લાગ્યા હોવા છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં મુશ્કેલી વધી છે. દિવાળીના તહેવાર અને રજાઓનું બહાનું આગળ ધરી વેપારીઓ ખેડૂતોનું શોષણ કરી રહ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જો યોગ્ય ભાવ નહીં મળે તો ખેડૂતો હરાજી થવા નહીં દે અને ડાંગરનું વેચાણ બંધ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
જાહેરાત








