Video: ભાવનગરમાં સૂર્યકિરણ એર શોને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત.

ભાવનગરમાં પહેલી નવેમ્બરે ભારતીય વાયુસેના દ્વારા યોજાનારા ભવ્ય ‘સૂર્ય કિરણ એર શો’ને પગલે શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે બોરતળાવ ખાતે ઇન્ડિયન એરફોર્સની એરોબિક ટીમ દ્વારા સફળ ડેમોસ્ટ્રેશન યોજાયું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ અદ્ભુત એર શોને જોવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડવાની શક્યતાને ધ્યાને રાખી ભાવનગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં ૩ ડીવાયએસપી, ૩ પીઆઈ, ૨૬ પીએસઆઈ સહિત કુલ ૧ હજારથી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત રાજપથ ચોકડી, સિદસર અને ઇસ્કોન રિસોર્ટ તરફના માર્ગો પર વાહનો માટે પ્રવેશબંધી રાખી વૈકલ્પિક રૂટ ડાયવર્ઝન નક્કી કરાયા છે.







