મુખ્ય સામગ્રી પર જાઓ

Video: અમીરગઢ નજીક કાર અને ગેસ ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

સોર્સ: gstv

અમીરગઢ નજીક કાર અને ગેસ ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અમીરગઢ તાલુકામાં અકસ્માતની વધતી ઘટનાઓને પગલે ચિંતા જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો