Video: ગૃહિણીઓ માટે સારા સમાચાર.. શાકભાજીના ભાવમાં થયો ઘટાડો

સોર્સ: gstv

મોંઘવારીના માર વચ્ચે સારા સમાચાર એ છે કે શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. શિયાળાની ઋતુની શરૂઆત થતાંની સાથે જ શાકમાર્કેટમાં લીલાછમ શાકભાજીની આવકમાં ધરખમ વધારો થયો છે, જેના કારણે શાકભાજીના ભાવ 15 થી 20 ટકા સુધી ઘટી ગયા છે... જોકે લીંબુ અને આદુના ભાવમાં હજુ જોઈએ તેવો ઘટાડો થયો નથી તેનો વાવ નીચે જતા હજુ 10 થી 20 દિવસ નો સમય લાગશે."શિયાળાનું આગમન થતાં જ અમદાવાદના જમાલપુર, સરદાર પટેલ માર્કેટ સહિતના શાકમાર્કેટોમાં વિવિધ શાકભાજીની આવક વધી ગઈ છે. આવક વધવાને કારણે જે શાકભાજી થોડા દિવસો પહેલાં સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ભાર મૂકતા હતા, તેના ભાવમાં હવે 15 થી 20 ટકાનો સીધો ઘટાડો નોંધાયો છે.રીંગણ, ફ્લાવર, કોબીજ, પાલક, મેથી અને વટાણા જેવા શિયાળુ શાકભાજીથી માર્કેટો ઉભરાઈ રહ્યા છે. પુરવઠો વધતા આ સ્થિતિ સર્જાય છે 

 શાકભાજીના ભાવ પર નજર કરીએ તો 

જાહેરાત

 શક... અગાઉ નો ભાવ.... હાલનો ભાવ 

કોબી.. ચાર થી ૧૧ ૫ થી ૭ 

 રીંગણ 5 થી 15 2 થી 8 

​દૂધી 5 થી 20 4થી 15 

ગવાર 40 થી 70 25 થી 45 

આ સમાચાર શેર કરો

જાહેરાત