Video: સુરેન્દ્રનગરમાં ટેક્સ ન ભરતા મિલકતો સીલ

સોર્સ: gstv

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ બાકી વેરો ન ભરનાર મિલકતધારકો સામે કાર્યવાહી શરૂ કરી છે. જવાહર ચોક વિસ્તારમાં આવેલી એક દુકાન અને એક ગોડાઉન સહિત બે મિલકતોને મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની ટીમે સીલ કરી છે. બંને મિલકતોના માલિક પાસેથી કુલ 1 લાખ 17 હજાર રૂપિયાનો કર વસૂલવાનો બાકી હતો અને વારંવાર નોટિસ આપવા છતાં વેરો ભરાયો ન હતો. બીજી તરફ, મહાનગરપાલિકાનું કુલ બાકી વેરાનું ભરણું 100 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. આ ઉપરાંત 50 હજારથી વધુનો વેરો બાકી હોય તેવા અન્ય 27 કરદાતાઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે. વઢવાણ, સુરેન્દ્રનગર અને જોરાવરનગરની આ મિલકતો સામે આગામી દિવસોમાં સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત