Video: અંકલેશ્વરથી હજીરા મોકલેલા ૧.૧૨ કરોડના કેમિકલની ચોરી કરી કન્ટેનરમાં માટી ભરી દીધી

સોર્સ: gstv

ભરૂચની અંકલેશ્વર GIDCમાંથી હજીરા પોર્ટ મોકલાયેલા ૧.૧૨ કરોડ રૂપિયાથી વધુ કિંમતના પિગમેન્ટ ગ્રીન-૭ કેમિકલના જથ્થાની રસ્તામાં જ ચોરી કરી માલની અદલાબદલી કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુભશ્રી પિગમેન્ટ્સ કંપનીમાંથી ૪૪ જંબો બેગમાં ભરેલું કિંમતી કેમિકલ કન્ટેનરમાં રવાના કરાયું હતું. પરંતુ સુરતના હજીરા પોર્ટ પર પહોંચતા તપાસ દરમિયાન કન્ટેનરમાંથી મૂળ મટીરીયલ ગાયબ મળ્યું હતું. સીલ તોડીને કરોડોનું કેમિકલ કાઢી લઈ તેની જગ્યાએ રેતી અને માટી ભરેલી આશરે ૨૫૦ જેટલી થેલીઓ મૂકી દેવાઈ હતી. આ મામલે કંપનીના પ્રતિનિધિએ ટ્રક ચાલક ગુરુ જગત પાલ અને અન્ય સામે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત