Video: અમદાવાદના નિકોલમાં કારચાલકે બેફામ વાહન ચલાવી અનેક વાહનોને અડફેટે લીધા

સોર્સ: gstv

અમદાવાદના નિકોલ વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી લક્ઝરી કાર કાળ બનીને એક પછી એક અનેક વાહનોને ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતના કારણે અનેક નિર્દોષ પરિવારો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ભારે ટોળાં એકત્ર થઈ ગયા હતા અને ચકચાર ફેલાઈ ગઈ હતી. બનાવની માહિતી મળતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ ટ્રાફિક આઈ ડિવિઝન પોલીસે ફોર્ચ્યુનર ચાલકની ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને આગળની સઘન તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત