Video: તારાપુર દૂધ મંડળીમાં ભેળસેળને કારણે દૂધનું ખરીદ-વેચાણ બે દિવસ માટે બંધ!

આણંદની તારાપુર દૂધ મંડળીમાં તપાસ દરમિયાન પાંચ જેટલા સભાસદોનું દૂધ અસામાન્ય અને ભેળસેળયુક્ત જણાતા અમૂલ ડેરી દ્વારા 3 અને 4 નવેમ્બર એમ બે દિવસ માટે દૂધનું ખરીદ-વેચાણ બંધ કરવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળીના નોટિસ બોર્ડ પર આ અંગેની જાણ કરાતા જ દૂધ ભરવા આવેલા પશુપાલકો અને ગ્રાહકો વિલા મોઢે પરત ફર્યા હતા અને વહીવટદારો ગાયબ રહેતા મૂંઝવણ વધી હતી. આ પરિસ્થિતિના કારણે 'પાડાના વાંકે પખાલીને ડામ' જેવો ઘાટ સર્જાયો છે, જ્યાં થોડાક ભેળસેળિયાઓના પાપે સામાન્ય અને પ્રામાણિક સભાસદોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અગાઉ ગત વર્ષે જાન્યુઆરીમાં અને ત્યારબાદ પાંચ મહિના પહેલાં પણ ભેળસેળના કારણે જ ડેરી બંધ કરવી પડી હતી. આમ, વર્ષ દરમિયાન ત્રીજી વખત મંડળી બંધ થતાં સ્થાનિક પશુપાલકો અને ગ્રાહકોમાં તંત્ર તથા ભેળસેળિયાઓ સામે ભારે આક્રોશ વ્યાપી ગયો છે.
જાહેરાત







