Video: મંત્રી અર્જુન મોઢવાડિયાએ વનકર્મીઓના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી

ગાંધીનગર ખાતે છેલ્લા 28 ઓક્ટોબરથી વનરક્ષક અને વનપાલ કેડરના કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈને આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં આજે આશરે 4 હજાર જેટલા વનકર્મીઓ હડતાલ પર ઉતરી આવ્યા છે. આંદોલનકારી વનકર્મીઓ અને કેબિનેટ મંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી. આંદોલન પર ઉતરેલા કર્મચારીઓ અનુસાર વનકર્મીઓના ત્રણ વર્ષથી અટકેલા પ્રશ્નો અંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે સકારાત્મક ચર્ચા થઈ છે. મંત્રીશ્રીએ તમામ મુદ્દે યોગ્ય ઉકેલની ખાતરી આપી સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે. મુખ્ય માગણીઓમાં 48 દિવસના રજાના પગારના જીઆરનો અમલ તમામ ડિવિઝનમાં યોગ્ય રીતે થાય તે બાબત સામેલ છે.
જાહેરાત








